રાજપીપળા નગર મા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર સ્વ. રત્નસિંહ મહીડા ની 110 મી જન્મ જયંતિ નિમિત્તે પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો
શ્રી એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષ મા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ ને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપળા નગર સહિત નર્મદા અને ભરૂચ જિલ્લા ના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ની જ્યોત પ્રજ્વલિત કરનાર સ્વ રત્નસિંઘ મહીડા ની 110 મી જન્મ જયંતિ નિમિત્તે રાજપીપળા ની શ્રી એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બી એ. તથા બીએસસી ના પ્રથમ વર્ષ મા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ માટે કોલેજ ખાતે પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો , આ પ્રવેશ કાર્યક્રમ કોલેજ ના સ્થાપક સ્વ રત્નસિંહ મહીડા ની 110 જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ હોય કોલેજ ખાતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રવેશોત્સવ મા કોલેજ ના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા કોલેજ ના સમગ્ર સ્ટાફ ગણ સહિત પ્રથમ વર્ષ મા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, નવા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ ને કોલેજ ના આચાર્ય અને પ્રાધ્યાપકો એ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા પોતાના ગુરુજનો દ્વારા આવકાર મળતા વિધાર્થીઓ મા પણ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો.
કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ને નવી શિક્ષણ નિતિ , ક્રેડિટ સિસ્ટમ આધારિત અભ્યાસક્રમ, કોલેજ મા ચાલતા વિવિધ અભ્યાસક્રમો, અને ઉપલબ્ધ સુવિધાઓ થી અવગત કરવામાં આવ્યા હતા , આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા એ આજના સ્પર્ધા યુક્ત યુગ મા વિધાર્થીઓ કઈ દિશામાં અભ્યાસ કરી ને પોતાના ભવિષ્ય નુ નિર્માણ કરી શકે તે માટે નું માર્ગદર્શન આપ્યુ હતુ, તેમણે જણાવ્યું હતું કે વિધાર્થી કાળ માંજ યોગ્ય દિશા અને તકનિકી ઓની સમજ યોગ્ય ભવિષ્ય નુ નિર્માણ કરી શકે છે .
આ પ્રસંગે ઉપસ્થિત આચાર્ય, પ્રાધ્યાપકો અને પ્રથમ વર્ષ મા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ એ કોલેજ માં સ્થાપિત નર્મદા જીલ્લા ના “રત્ન” સમા સ્વ. રતનસિંહ મહીડા ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓની 110 મી જન્મ જયંતિ નિમિત્તે તેમના યોગદાન ને યાદ કરવામાં આવેલ, પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ ને કોલેજ તરફ થી વેલકેમ ગિફ્ટ પણ આપવામાં આવી હતી.