JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં પ દિવ્યાંગો સંચાલિત મતદાન મથકો તૈયાર કરાશે : દિવ્યાંગો સહિતના મતદારોને મતદાન કરવા માટે આપશે પ્રેરણા

દિવ્યાંગ અધિકારી-કર્મચારી સંચાલિત મતદાન મથકો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે અને નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરે છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયા

જૂનાગઢ તા.૪    ચૂંટણી ફરજમાં દિવ્યાંગ અધિકારી-કર્મચારીઓ પણ પાછળ નહીં રહે, જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગો સંચાલિત ૫ મતદાન મથક તૈયાર કરવામાં આવશે. જેમાં દિવ્યાંગ અધિકારી- કર્મચારીઓ પ્રિસાઇડિંગ, પોલિંગ -૧, પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવશે.

        આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી અને સહભાગી બનાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જુદા જુદા રચનાત્મક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. મહિલા, યુવા, PWD વગેરે સંચાલિત મતદાન મથકો તૈયાર કરવામાં આવે છે. આમ, ચૂંટણી પ્રક્રિયામાં આ આગવા અભિગમથી લોકોને વધુ શ્રેષ્ઠ કરવા માટે પ્રેરણા મળે છે, સાથે જ મતદાન માટે લાયકાત ધરાવતા PWD નાગરિકો મતદાન કરવા માટે પ્રેરિત થાય છે. આમ, દિવ્યાંગ અધિકારી-કર્મચારી સંચાલિત મતદાન મથકો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે, સાથે જ લોકોને મતદાન કરવા માટે પણ પ્રેરિત કરે છે.

        જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ દિવ્યાંગ વ્યક્તિઓને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ શકે તે માટે મતદાન કર્મચારી (પોલિંગ પર્સનલ) તરીકે ફરજ સોપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, તમામ મતદાન મથક સ્ટાફ તરીકે PWD સંચાલિત મતદાન મથકનો ખ્યાલ એ દિશામાં એક સકારાત્મક પગલું છે. ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમની વિશેષ જરૂરિયાતો તથા તેઓને પડતી મુશ્કેલીઓ ધ્યાને રાખીને PWD અધિકારીઓને સંચાલિત મતદાન મથકો પર ફરજ સોંપવામાં આવે છે. ઉપરાંત ચૂંટણી ફરજ પરના દિવ્યાંગ સ્ટાફને અન્ય જરૂરી સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ મતદારો તેના મતાધિકારને સહજ રીતે અને વધુ સુવિધાભર્યો બનાવવાના ઉદ્દેશથી ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપની મદદથી દિવ્યાંગજનો માટે મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયા સરળ બનશે. તેમજ મતદાન કરવા બુથ પર જવા માટે વ્હીલચેરની પણ આ એપ થકી વિનંતી કરી શકાય છે. મતદાન મથકો અંગેની માહિતી, મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુલભતા, સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો પણ એપ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!