GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદનો બ્રાહ્મણી-૨ ૧૦૦ટકા ભરાઈ જતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Halvad:હળવદનો બ્રાહ્મણી-૨ ૧૦૦ટકા ભરાઈ જતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
હળવદ વિસ્તારમાં આવેલ શક્તિ સાગર જળ સંપત્તિ સંચય યોજનાનો બ્રાહ્મણી-૨ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી ડેમના હેઠવાસમાં આવતા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-૦૨ ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે ડેમની ક્ષમતાનો રૂલ લેવલ મુજબ બ્રાહ્મણી-૨ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. ત્યારે ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે જેથી બ્રાહ્મણી-૨ ડેમના નીચવાસમાં આવતા ગામો સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ સહિતના ગામોના લોકોને સતર્ક રહેવા અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.