વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આંતર રાષ્ટ્રીય સહકારીકતા અંતર્ગત ધાર્મિક સ્થળ ની સફાઈ કરાઇ ધારા સભ્ય પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સરકાર ના આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025 ની ઉજવણી ના ભાગ ગુરુવારે તા.01/05/2025 ના રોજ રામબાગ ખાતે રાધા કૃષ્ણ મંદિર ખાતે ધાર્મિક સ્થળ ની એપીએમસી દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં મંદિર ના પટાંગણ ની તેમજ હોલ તેમજ મંદિર ની શેન સહિત ની સફાઈ કરવા મા આવી હતી.જેમાં ધારાસભ્ય સી.જે.ચાવડા, એપીએમસી ના પૂર્વ ધારાસભ્ય અને ચેરમેન કાંતિ ભાઈ પટેલ, તેમજ એપીએમસી ના સેક્રેટરી રમેશભાઈ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ શહેર પ્રમુખ અગન બારોટ અશોક ખમાર તથા એપીએમસી કર્મચારીઓ હાજર રહીને રાધા કૃષ્ણ મંદિર ની સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને સફાઈ અભિયાન સફળ બનાવ્યો હતો.