HALOLPANCHMAHAL

હાલોલ:પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 75 શાળાનો વિજ્ઞાન મેળો યોજાયો,જેપુરા શાળા રજૂ કરેલ કૃતિઓમાં પ્રથમ આવી.

તા.૧૭.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ના પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા તાલુકાની 75 શાળાનો વિજ્ઞાન મેળો હાલોલ જીઆઈડીસી ખાતે આવેલ સરકારી મોડેલ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં હાલોલ તાલુકા સહિત શહેર માંથી કુલ ૭૫ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં જેપુરા પ્રાથમિક શાળા ના ગણિત વિજ્ઞાન શિક્ષક અર્ચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોએ લર્નિંગ કવીઝ બોર્ડ બનાવેલ જે મોડેલમાં વિદ્યાર્થીઓ રમતાં રમતાં શીખે છે.આ મોડેલ ઇલેક્ટ્રિકસિટીના સિદ્ધાંત પર કાર્ય કરે છે.જેમાં જો જવાબ સાચો હોયતો બઝર વાગે છે અને જવાબ ખોટો હોય તો બઝર વાગતું નથી .આ મોડેલ દીપેશ રાઠોડ અને ધર્મેશ પરમારે નિર્માણ કર્યું હતું .આ કૃતિ ને પોલિકેબ કંપની પોલિકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા મૂલ્યાંકન કરી પ્રથમ નંબરે વિજેતા જાહેર કરવામાં આવેલ વિદ્યાર્થીઓને પોલીકેબ કંપનીના ડાયરેકટર રાકેશભાઈ તલાટી, ચિત્રા દવે મેડમ, નીરજ કુંદનાની તેમજ બીઆરસી કોર્ડીનેટરના પીરજાદા સાહેબનાંઓના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરાયા હતા.જ્યારે શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલે તેમજ શાળા પરિવારે તથા smc તમામેં શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક અર્ચનાબેન પટેલને તેમજ બાળ વૈજ્ઞાનિકો ને અભિનંદન આપ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!