GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર પાલિકાના નવનિયુકત પ્રમુખે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી.

તા.12/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાણી, રસ્તા, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાની માહિતી મેળવી.

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. 1માં ચુંટાયેલા સદસ્યો ચુંટણી ટાણે આંટો મારે છે પછી કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે અસંખ્ય ગંદકીથી પીડાતા સ્થાનિક રહીશોએ વેદનાં ઠાલવી અને નવાં નિમણૂંક થયેલાં મહિલા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા આ વિસ્તારની મુલાકાત કરે તેમજ ગંદકીનાં ગંદવાડ દુર કરે અને ઘરે ઘરે મંદવાડ થાય તે પહેલાં ગંદકીનાં સામ્રાજય માથી મુક્ત કરે તેવી સ્થાનિક રહીશોએ આશા વ્યક્ત કરી સુરેન્દ્રનગર શહેરનાં આનંદનગર સહિત છેવાડા વિસ્તારમાં ગટરનાં ગંદા પાણી ઉભરાતાં ગંદકીનું સામ્રાજય સર્જાયું અસંખ્ય ગંદકીથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા,આ ગંદા ગંદવાડથી ઘરે ઘરે મંદવાડ થવાની લોકોને દહેશત ફેલાઈ ચુંટાયેલા સભ્યો મત લેવાના ટાંણે આવે છે, પછી કોઈ ચકલુય ફરકતું નથી ભાજપ પક્ષને ખોબલેને ખોબલે મત આપી પાલીકાના સદસ્યોને જીતાડનાર મતદારો વિકાસથી વંચિત સુરેન્દ્રનગર શહેરમાં ઘણા સમયથી વિકાસ ક્યાંક ખોવાઈ ગયો છે અને વિકાસ ગુમ થયો હોય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે જ્યારે નગરપાલિકા વિસ્તારનાં છેવાડા વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાય છે અને ઉભરાયેલી ગટરોનાં ગંદા પાણી રોડ રસ્તા ઉપર વહેતાં થતાં ગંદકીનું સામ્રાજય સર્જાવા પામ્યું છેશઆ અસંખ્ય ગંદકીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને ગંદકીનાં સામ્રાજયથી મચ્છર પાણી જન્ય ભયંકર રોગચાળો ફાટી નિકળવાનો ડર ફેલાયો છે તેમજ ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાશે તેવી દહેશત ફેલાઈ જવા પામી છે આને સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ છેવાડા વિસ્તારમાં આવેલ આનંદનગર વિસ્તારના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે વારંવાર વિકાસની લાલચમાં ભાજપ પક્ષને ખોબલેને ખોબલે મત આપી જીત અપાવી છે પરંતુ ઘણા વર્ષોથી આ આનંદનગર વિસ્તાર વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે તેમજ ભૂગર્ભ ગટર પણ ઢંગધડા વગરની નાંખી કરોડોનો ધુમાડો તો કર્યો પણ આ ગટરનાં ગંદા પાણી રોડ રસ્તા પર વહે છે તેમજ પીવાનુ પાણી પણ ગંદું પાણી વિતરણ આવે છે તેવી અનેક પ્રાથમિક સુવિધાઓ મળતી ત્યારે આનંદનગર વિસ્તારના રહીશોને ચુંટાયેલા સદસ્યો ઉપર ભરોસો નથી પણ હાલ તાજેતરમાં નવાં નિમણૂંક થયેલાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના મહિલા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા આ આનંદનગર વિસ્તારની મુલાકાત કરે અને આ ફેલાયેલા ગટરનાં ગંદા પાણીના સામ્રાજયથી મુક્તિ અપાવે તેવી લાગણી અને માંગણી છે તેમજ આ ગંદકીનાં સામ્રાજયથી મોટો ભયંકર રોગચાળો ફાટી નિકળે તે પહેલાં ગંદકી દુર કરી સાફ સફાઈ કરાવે તેવી સ્થાનિક રહીશો આશા લઈને બેઠા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!