RAJKOTRAJKOT CITY / TALUKO

પૂર્વ CM વિજય રૂપાણીના નિધનને લીધે રાજ્યવ્યાપી શોકને લીધે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.

શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાજકોટ ખાતે તેમનાં નિવાસ સ્થાને કરવામાં આવશે. 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ સાંજે 5 વાગ્યે તેમની અંતિમ વિધિ થશે

Back to top button
error: Content is protected !!