TANKARA :વાઘગઢ પ્રા. શાળાનો વિદ્યાર્થી બારૈયા ક્રિવી CET ની પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ
TANKARA :વાઘગઢ પ્રા. શાળાનો વિદ્યાર્થી બારૈયા ક્રિવી CET ની પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ
શ્રી વાઘગઢ પ્રા.શાળાનો વિદ્યાર્થી તાલુકામાં પ્રથમ
ગુજરાત સરકાર દ્રારા ધોરણ 5 માં લેવાતી CET કોમન એન્ટ્રસ ટેસ્ટ 2025 માં આજરોજ પરિણામ જાહેર થતાં શ્રી વાઘગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બારૈયા ક્રિવી દિલીપભાઈ ટંકારા તાલુકામાં પ્રથમ નંબર લાવેલ છે.
નાના એવા વાઘગઢ ગામની નાની શાળા જેમાં ધોરણ બાલવાટીકા થી 5 ની શાળા અને ધોરણ પાંચમાં માત્ર 10 વિદ્યાર્થીમાં તાલુકામાં પ્રથમ નંબર ક્રિવીના ફાળે જાય છે. શીતલબેન અને દિલીપભાઈ બંને શિક્ષક છે એટલે મોરના ઈંડા ચીતરવા ન પડે ,તેમ એક શિક્ષકના સંતાને તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો , તેમજ 10 બાળકોમાંથી રાજ્યના મેરીટ લિસ્ટમાં 5 બાળકોનો સમાવેશ છે બારૈયા ક્રિવી , ચાવડા રણમલ ,બારૈયા એંજલ , ભુરિયા સુકરામ , ભુરિયા રિના એ બદલ શ્રી વાઘગઢ પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગામજનો પાંચેય બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા..