GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

મહીસાગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાજયમાં ધાર્મિક સ્થળોએ પગપાળા જતા સંઘ પદયાત્રીઓની સલામતી માટે દિશા-નિર્દેશો અને માર્ગ સલામતીની સુચનાઓના બોર્ડ મુકવા , પદયાત્રીઓ માર્ગની જમણી બાજુએ ચાલે તે અંગેના દિશા-નિર્દેશ બોર્ડ ૩ થી ૫ કિલોમીટરે મુકવા, માર્ગ નિર્માણ એજન્સીએ જે દિવસોમાં પદયાત્રીઓ પસાર થતા હોય તેવા સ્ટ્રેચમાં બેરીકેડીંગ થાય તે બાબતે વ્યવસ્થા કરાવવી, આરોગ્ય વિભાગે યોગ્ય અંતરે ૧૦૮ એમ્બ્યુલન્સ મુકવા માટે વ્યવસ્થા કરવી, સંઘ/પદયાત્રીઓના માર્ગ પર પોલીસ વાન દ્વારા સતત પેટ્રોલીંગ થાય તેવી વ્યવસ્થા કરાવવી. સંઘ/ પદયાત્રીને અવરોધ કરે તેવા બિનજરૂરી ઝાડી-ઝાખરા દુર કરવા વ્યવસ્થા કરાવવી, સર્કિટ હાઉસથી સંતરામપુર રોડ પર સાઇન બોર્ડ લગાવવા , જિલ્લામાં લોકજાગૃતિ અર્થે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!