GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:RTE હેઠળ ઓનલાઇન રીજેક્ટ થયેલ અરજીઓમાં 6 એપ્રિલ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે

બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવા માટેની યોજના RTE (Right to Education)હેઠળ આ વર્ષે ઓનલાઈન 2,35,387 અરજીઓ મળી હતી. જેમાંથી 20,944 જેટલી અરજીઓ નિયમાનુસાર વિવિધ કારણોસર અમાન્ય થયેલ છે. આ અમાન્ય થયેલી અરજીઓમાં 6 એપ્રિલ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તક આપવામાં આવી છે

ઓનલાઈન આવેલી તમામ અરજીઓની જિલ્લા કક્ષાએ તારીખ 14 માર્ચ થી 1 એપ્રિલ સુધી ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાંથી કૂલ 20,944 અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય ઠરાવવામાં આવી છે. આ અમાન્ય ઠરેલી અરજીઓમાં અરજદારો 4 એપ્રિલ થી 6 એપ્રિલ સુધીમાં ઓનલાઈન વેબ પોર્ટલ http://rte.orpgujarat.com/ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને રીજેક્ટ થયેલી અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અપલોડ કરીને એપ્લિકેશન સબમિટ કરી શકશે. આ અંગેની જાણકારી અરજદારોને SMS દ્વારા પણ કરવામાં આવશે. આ અરજીઓની પુનઃચકાસણી 4 એપ્રિલ થી 8 એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલી અરજીમાં સુધારો કરવા માંગતા ન હોય તો આવી અરજી અમાન્ય રાખી આગળની પ્રક્રિયા કરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 15 એપ્રિલ ને સોમવારના રોજ જાહેર કરવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!