MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં ટ્રેનિંગ પોઈન્ટ ટ્રેનિંગનો વર્ગખંડમાં વિનિયોગ કરતા ટિચર્સ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

સાંઈઠ જેટલા મોડેલ બનાવતા શીખવવા માટેની લીધેલ તાલીમનો બાળકો સમક્ષ ઉપયોગ કરતા શિક્ષકો


મોરબી.સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે,જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,

 

એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી,વજેપરવાડી, લખધીરનગર,ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા,ભરતનગર, ગોર ખોજડિયા,લીલાપર વગેરે શાળાઓના બબે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવેલ જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવેલ,સમજાવવામાં આવેલ જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે,વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે,ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો વિસ શિક્ષકોને જુદા જુદા 60 સાંઈઠ મોડેલ બનાવતા શીખવેલ હતા .અને આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવેલ,આ મટીરીયલમાંથી ઉપરોક્ત તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને દરરોજ અવનવી પ્રવૃત્તિઓ કરાવી લીધેલ તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને પણ પ્રવૃત્તિ કરવામાં ખુબજ મજા પડી રહી છે અને પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવી રહ્યા છે એમ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!