GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ તાલુકાના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપીનો ર્નિદોષ છુટકારો.

Halvad:હળવદ તાલુકાના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપીનો ર્નિદોષ છુટકારો.

 

 

મોરબીના એડીશનલ સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માથી હળવદ તાલુકાના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી દશરથ પ્રભુભાઈ ધણાદીયાનો ર્નિદોષ છુટકારો.


ફરીયાદ એવી રીતે હતી કે ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી દશરથભાઈએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધીને એવી મતલબની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ. આ ફરીયાદના આધારે પોલીસે આરોપી દશરથભાઈ પ્રભુભાઈ ધણાદીયાની ધરપકડ કરવામાં આવેલ. તેમજ આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા.
ફરીયાદી પક્ષે ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દવારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય. તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દવારા આરોપીને ભારતીય દંડ સંહીતાની કલમ-,૩૬૩,૩૬૬,૩૭૬ (૨) (એચ) (જે) (એન), ૩૭૬ (૩) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૩(એ), ૪,૫(એલ) (કયુ), ૬,૭,૮ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કેસમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન. ડી અગેચાણીયા, જે. ડી. સોલંકી, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!