GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBl:મોરબીના ઇક્વિટી શોરૂમના પાર્કિંગમાંથી પાર્ક કરેલ બાઇક ચોરી

MORBl:મોરબીના ઇક્વિટી શોરૂમના પાર્કિંગમાંથી પાર્ક કરેલ બાઇક ચોરી

 

 

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ઇક્વિટી હ્યુન્ડાઇ કાર શોરૂમના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી રાજકોટ હાઇવે ઉપર હ્યુન્ડાઇ કારનો ઇક્વિટી નામનો શોરૂમ આવેલ હોય ત્યારે ગત તા. ૦૧/૦૭ના રોજ શોરૂમના પાર્કિંગમાં પાર્ક કરેલ હીરો હોન્ડા પેશન પ્રો રજી.નં. જીજે-૧૦-બીબી-૭૩૪૭ બાઇકની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની બાઈકના માલીક કાનજીભાઇ વાલજીભાઇ ડાભી ઉવ.૪૬ રહે. હાલ ગોકુળનગર શેરી નં.૨૨ મોરબી મુળરહે. વસાઇ ભરવાડ ફળિયુ તા.જી.જામનગર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!