MORBI:મોરબી( 2) અરુણોદયનગરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે આવેદન પાઠવ્યું
MORBI: મોરબીના સામાકાંઠે અરુણોદયનગરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે આવેદન પાઠવ્યું
શહેરના સામાકાંઠે અરુણોદયનગરમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટર સમસ્યા જોવા મળતી હોય જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે જે પ્રશ્નનું નિરાકરણ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે
આવેદનમાં જણાવ્યું છે કે સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં ૦૩ માં અરુણોદયનગર સોસાયટીમાં જૈન દેરાસર બાજુના વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરની લાઈન બિસ્માર હાલતમાં છે ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરોમાં નીકળી રહ્યા છે ગટરના ગંદા પાણીથી મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે અહી નજીકમાં જ ધારાસભ્યનું આવાસ પણ આવેલ છે ત્યારે પાલિકાની ટીમ ૧૫ દિવસથી ફોટો સેશન કરી જશ લેશે કે પછી નક્કર કામગીરી કરશે તેવો સવાલ પૂછી તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી છે