GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મચ્છુ ૩ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવશે, મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કર્યા

MORBI:મચ્છુ ૩ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવશે, મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ કર્યા

 

 

મોરબીના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ ૨ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવવાનું છે, હાલ ડેમ પૂર્ણ સપાટીએ ભરેલો છે જેથી આગોતરા આયોજનના ભાગરૂપે મચ્છુ ૩ ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરત ઉભી થઇ છે

જેથી તા. ૨૧ ના રોજ સોમવારે સવારે ૮ કલાકે ૧ ગેટ ૧ ફૂટ ખોલવામાં આવશે જેમાં ૯૩૯ કયુસેક આઉટફળો રહેશે પાણી છોડવાનું હોવાથી મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) હરીપર અને ફતેપર એમ કુલ ૨૧ ગામના લોકોને એલર્ટ રહેવા અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!