GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બગથળા ગામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં માનાં નવલા નોરતાના પર્વની ઉજવણી કરવામાં આવી 

MORBI:મોરબીના બગથળા ગામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં માનાં નવલા નોરતાના પર્વની ઉજવણી કરવામાં આવી

 

 

માનાં નવલા નોરતાના પર્વની પાવન ઉજવણીના પ્રસંગે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે ભક્તિભાવથી મા આરાધના યોજાઈ. શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત ધાર્મિક વાતાવરણમાં સવારના સમયે આરતી ઉતારી.


વિદ્યાર્થીઓએ માતાજીની પૂજા-અર્ચના કરીને પર્વનો શુભારંભ કર્યો. ત્યારબાદ રંગીન પરંપરાગત વસ્ત્રોમાં વિદ્યાર્થીઓએ મન મૂકીને ગરબા રમ્યા. તાળી ગરબા અને રાસના તાલે સૌએ આનંદની રમઝટ માણી.વિદ્યાર્થીઓની ઉત્સાહભરી હાજરીથી સમગ્ર શાળા પ્રાંગણ ભક્તિ અને ઉત્સવના રંગોથી છલકાયું. માની આરાધના સાથે વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો, પરંપરાની જાગૃતિ અને ભક્તિભાવનો વિકાસ થયો.

આ રીતે નવરાત્રિના પાવન અવસરે શાળામાં યોજાયેલ મા આરાધના કાર્યક્રમ અત્યંત યાદગાર, રંગીન અને ભવ્ય રહ્યો.

Back to top button
error: Content is protected !!