MORBI:મોરબીના પીપળી રોડપર દુકાને ભાગ લેવાનુ કહીને નિકળીયા બાદ યુવતી ગુમ
MORBI:મોરબીના પીપળી રોડપર દુકાને ભાગ લેવાનુ કહીને નિકળીયા બાદ યુવતી ગુમ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદીયાભાઇ મીટીયાભાઇ ડામોર (ઉ.વ.30) ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ રોયલ પાર્ક પીપળી રોડ મોરબી મુળ ગામ પીપળી પાળા તા.જાંબવા જી. જાંબવા મધ્યપ્રદેશએ પોલીસ મથકે જાહેર કર્યુ હતુ કે, તેની નાની બહેન અન્નાબેન મીટીયાભાઇ ડામોર (ઉ.વ.19) રહે.હાલ રોયલ પાર્ક પીપળી રોડ મોરબી મુળ ગામ પીપળી પાળા તા.જાંબવા એમપી ગત તા.20-6 ના સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં રોયલ પાર્ક પોતાના ધરેથી બાજુમાં આવેલ દુકાને ભાગ લેવાનુ બહાનુ કરીને નિકળીયા બાદ આજ દિવસ સુધી શોધખોળ કરવા છતા મળી આવેલ નથી.ગુમ થનાર અન્નાબેનની ઉંચાઇ ૪.૫ ફુટ વાન ધંઉ વર્ણી મોઢું લંબગોળ અભ્યાસ અભણ લખતા વાંચતા આવડતું નથી.ગુજરાતી અને હિન્દી ભાષા બોલી શકે તેમજ સમજી શકે છે.તેણીએ સાડી, બ્લાઉઝ ચણીયો પહેરેલ છે.તે ગુમ થયાની જાણ કરતા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઇ મકવાણએ ગુમ નોંધ દાખલ કરી યુવતીની શોધખોળ હાથ ધરી છે.