GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટની વિવિધ આંગણવાડીઓમાં કાર્યકર-તેડાગરની ૩૨૪ જગ્યાઓ માટે ભરતી પ્રકિયા શરૂ

તા.૮/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત રાજકોટ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં કાર્યકર-તેડાગરની હાલની ૩૨૪ ખાલી જગ્યાઓ અને ૩૭ ભવિષ્યમાં પડનારી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી રહી છે. આ ભરતી પ્રકિયામાં આંગણવાડી કાર્યકરની ૧૧૪, આંગણવાડી તેડાગરની ૨૧૦ તેમજ ભવિષ્યમાં ખાલી પડનારી આંગણવાડી કાર્યકરની ૨૩ અને આંગણવાડી તેડાગરની ૧૪ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ ભરતી પ્રક્રિયા માટે તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં https://e-hms.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી, સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ સાચી વિગતો નિયમોનુસાર અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ સુવાચ્ય હોવા જરૂરી છે. તેમજ વધુ માહિતી માટે રાજકોટ જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS), તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તેમ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!