MORBI મોરબી ઠાકર પરિવાર દ્વારા શ્રાદ્ધ તર્પણ અર્થે પિતૃ સ્મૃતિ કાર્યક્રમ અને બ્રહ્મચોર્યાસી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
MORBI મોરબી ઠાકર પરિવાર દ્વારા શ્રાદ્ધ તર્પણ અર્થે પિતૃ સ્મૃતિ કાર્યક્રમ અને બ્રહ્મચોર્યાસી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
મોરબી:– મોરબીના બ્રહ્મસમાજના એક પરિવાર એવા ઠાકર પરિવાર દ્વારા સ્વ. ચંદ્રકાન્ત નવલશંકર ઠાકરની પ્રથમ શ્રાદ્ધ તર્પણ અર્થે પિતૃ સ્મૃતિ કાર્યક્રમ અને બ્રહ્મચોર્યાસી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં મોરબીમાં વસતા તમામ ભૂદેવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે પિતૃ સ્મૃતીની યાદમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર, લોકસાહિત્યકાર, લેખક, અને ઉત્તમ શિક્ષક એવા સાંઈરામ દવેનો ભક્તિ સંધ્યા દ્વારા બધાને મંત્રમુગ્ધ કર્યા હતા, તદ ઉપરાત ભૂદેવો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના શ્લોકનું પઠન તથા વેદ પુરાણની પ્રાર્થનાનું ગાયન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ખૂબ પ્રશંશનીય અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કાર્યક્રમ બની ગયો હતો, તે બદલ ઠાકર પરિવારને હાજર સૌ વ્યક્તિઓનો આભાર માન્યો હતો.
સાથે સ્વ.ચંદ્રકાન્ત નવલશંકર ઠાકર ના આત્માની શાંતિ માટે સૌ એ સાથે મળી પ્રાર્થના કરી હતી.