MORBI:મોરબી મહાનગરપાલિકાના દ્વારા નવનિર્મિત સરદારબાગનું લોકાપર્ણ કરવામાં આવ્યું
MORBI:મોરબી મહાનગરપાલિકાના દ્વારા નવનિર્મિત સરદારબાગનું લોકાપર્ણ કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગના નવીનીકરણની કામગીરી શરુ કરવામાં આવી હતી અને સરદાર બાગ બનીને તૈયાર થઇ જતા આજે સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ અને અન્ય વિકાસકાર્યોના ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાયો હતો
મોરબીના શનાળા રોડ પર આવેલ સરદાર બાગના ડેવલોપમેન્ટનું કામ ૧.૦૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે આજે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને કમિશ્નર સ્વપ્નીલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, કુલદીપસિંહ વાળા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો સરદાર બાગમાં ઓપન જીમ, બાળકો માટે વિવિધ રાઇડ્સ ઉપરાંત સોલાર ટ્રી લગાવ્યું છે જેથી વીજળી બીલ ઓછું આવે મોરબીના સરદાર બાગનું નવીનીકરણ કરી ખુલ્લો મુકવામાં આવતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી
તે ઉપરાંત મોરબી શહેરમાં વિવિધ રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિતના ૧૮ વિકાસકાર્યો ૧૭.૨૯ કરોડના ખર્ચે આગામી દિવસોમાં કરવામાં આવનાર છે જેનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું