DANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઇ APMC ચેરમેન અને અધિકારી પર કાર્યવાહી ન કરાતા સરકારી કચેરીઓનાં ભાજપા કચેરીનું નામકરણ કરવાની ચીમકી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ એપીએમસીમાં ભાજપનાં કાર્યકર્તા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે એપીએમસી એ સરકારી સંપત્તિ હોય અને ત્યાં આ રીતે ભાજપ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા કચેરી ના નામ બદલીને ભાજપ રાખવા માટે આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.ગત તા. 19/12/2023 અને 20/12/2023 ના રોજ  વઘઈ ખાતે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા  મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ.જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળ્યા હતા.આ ફોટોમાં સ્પષ્ટપણે જોવા મળતુ હતુ કે, આ મિટિંગ વઘઈ APMC ખાતે યોજવામાં આવી હતી.જોકે તે  સરકારી સંપત્તિ છે.ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા  ભાજપનું કાર્યાલય હોઈ એવી રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે.આ પ્રકારે ભાજપ દ્વારા અનેક વખત મીટીંગ યોજવામાં આવેલ છે.જેને લઇને તા.22/12/2023 ના રોજ કૉંગ્રેસ આઈ.ટી.સેલનાં પ્રમુખ મનીષભાઈ મારકણા દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. અને 15 દિવસમાં એપીએમસીના ચેરમેન અને અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.પરંતુ હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપ પ્રશાસન ચાલતું હોવાથી ગુજરાત સરકારના નીતિ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે 16 મી જાન્યુઆરી સુધી એપીએમસીના ચેરમેન અને અધિકારી પર કાર્યવાહીના પગલાં નહીં લેવાય તો નામાંકરણ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી ડાંગ જિલ્લા વહીવટી તંત્રની રહેશે.તેમજ  તા.16/01/2024 ના રોજ તમામ કચેરીમાં ઉદાહરણ તરીકે ડાંગ જિલ્લા સેવા સદનનું નામકરણ (ભાજપ જિલ્લા સેવા સદન, ડાંગ જિલ્લા પંચાયત ના બદલે ભાજપ જિલ્લા પંચાયત, આહવા ,વઘઈ,સુબીર તાલુકા પંચાયતના બદલે આહવા ,વઘઈ,સુબીર ભાજપ તાલુકા પંચાયત) ના બેનરો લગાવીને નામાંંકરણ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.હવે આ સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્ર દ્વારા આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને એપીએમસીના ચેરમેન અને અધિકારીઓ સામે કાર્યવાહીના પગલાં લેવામાં આવે છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!