MORBIMORBI CITY / TALUKO

બેંક સખી આરતીબેનને સરકાર તરફથી ચૂકવાય છે મહિને અલગથી રૂ. ૩ હજારનું મહેનતાણું

બેંક સખી આરતીબેનને સરકાર તરફથી ચૂકવાય છે મહિને અલગથી રૂ. ૩ હજારનું મહેનતાણું

 

‘મહિલા સશક્તિકરણ’ અને ‘આત્મનિર્ભર ભારત’નું આગવું ઉદાહરણ બની રહી છે મોરબીની મહિલા શક્તિ. જ્યાં સખી મંડળો સાથે જોડાઈને બહેનો સરકારના આર્થિક અને સામાજિક સહકાર થકી સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરી રહી છે.

વાંકાનેરના ગારીડા ગામે અક્કી મિશન મંગલમ જુથ સાથે જોડાયેલા અને બેંક સખી તરીકે ફરજ નિભાવતા મઢવી આરતીબેન દાદુભાઈ જણાવે છે કે, “અમારા સખી મંડળની સાથે ૧૦ બહેનો જોડાયેલી છે. સખી મંડળ થકી એકજૂથ બની બહેનો પશુપાલન, કાપડની દુકાન, ખેતી, ડેરી ઉદ્યોગ વગેરે વ્યવસાયોમાં આગળ વધી રહી છે. અમારું સખી મંડળ શરૂ કરતાં જ NRLM હેઠળ અમને સરકાર દ્વારા ૧૦ હજારની રિવોલ્વીંગ ફંડ તરીકે સહાય મળી હતી. ૬ મહિના બાદ ૧ લાખ રૂપિયાની સી.સી.લોન પણ મળી હતી. આ સી.સી. લોનમાંથી અમે પશુપાલન, ડેરી ઉદ્યોગ, કટલેરીની દુકાન વગેરે જેવા વ્યવસાય કરીએ છીએ. આ વ્યવસાય થકી બહેનો તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. હું બેંક સખી તરીકે કામ કરૂ છું અને બેંકમાં બેસીને બહેનોના લોનના ફોર્મ ભરવા, બચત મંડળના ફોર્મ ભરવા તેમજ મંડળના બહેનોના વીમા કરવાની કામગીરી કરું છું. જેમાં અઠવાડિયાના ત્રણ દિવસ કામ કરવાનું હોય છે. જે માટે પણ સરકાર દ્વારા મહિને ૩ હજાર મહેનતાણા રૂપે ચૂકવવામાં આવે છે. આ તકે આરતીબેન NRLM યોજના અને સરકારશ્રીનો આભાર માને છે.

સખી મંડળ એ સરકારનું મહિલાઓને પગભર બનાવવા તરફનું શ્રેષ્ઠ પગલું સાબિત થઈ રહ્યું છે. આજે લાખો બહેનો સખી મંડળો થકી રોજગારી મેળવી રહી છે અને અન્યને પણ રોજગારી આપી રહી છે. ઉપરાંત બીજી બહેનોને પણ માર્ગદર્શન આપી આગળ લાવવાના પ્રયાસો કરી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!