JETPURRAJKOT

સ્પીપા દ્વારા આયોજીત યુ.પી.એસ.સી.ના વિના મૂલ્યે પ્રશિક્ષણ વર્ગમાં જોડાવાની તક

તા.૨૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાતના યુવાનો દેશના વહીવટમાં સામેલ થઇ શકે તે માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા- સ્પીપા, અમદાવાદ દ્વારા ગુજરાતના ઉમેદવારોને સિવિલ સર્વિસીઝ પરીક્ષાઓ માટે વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે. યુ.પી.એસ.સી.- આઈ.એ.એસ., આઈ.એફ.એસ., આઈ.પી.એસ તેમજ અન્ય ગૃપ-“A” કેન્દ્રીય સેવાઓ માટેના સ્પીપા દ્વારા સંચાલિત ૨૦૨૩-૨૪ના પ્રશિક્ષણવર્ગમાં જોડાવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

પ્રવેશ પરીક્ષા-૨૦૨૩માં ભાગ લેવા માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. સામાન્ય વર્ગના ઉમેદવારો રૂ.૩૦૦/- અને અન્ય વર્ગો રૂ.૧૦૦/- ફી ભરીને અરજી કરી શકશે. ગુજરાતી માતૃભાષા ધરાવતા સ્નાતક અથવા છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થી તેમજ ૨૧ થી ૩૨ વર્ષના ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. http://www.spipa.gujarat.gov.in/ અને ઓજસ વેબસાઇટ પર વિગતવાર જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે, અને પ્રથમ તબક્કામાં લેવાનારી હેતુલક્ષી પરીક્ષાની સંભવિત તારીખ ૯/૭/૨૦૨૩ રહેશે, તેમ સ્પીપા અમદાવાદના મહાનિર્દેશકશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!