CHIKHLINAVSARI

ચીખલી – વાંસદા ના સ્ટેટ વે પર આવેલ મોટા ભાગના પીકઅપ બસ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં

સબ…

મુસાફરો ટાઢ,તડકા અને ચોમાસામાં હાલાકી ભોગવવા મજબુર પિકઅપ બસ સ્ટેન્ડની હાલત જોખમી: દુર્ઘટના સર્જાય તો તંત્રના અધિકારીઓ જવાબદારી લેશે ખરા.?

ક્યાંક તો પીકઅપ સ્ટેન્ડ જ ગાયબ થઈ ગયા અને સમારકામ વિના ઝંખે છે પરંતુ તંત્ર આ બાબતે ક્યારે ગંભીરતા દાખવે એ જોવું રહ્યું.?

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી વાંસદા સ્ટેટ હાઈવેના કેટલાક ગામોમાં પિકઅપ બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષથી ખંડેર અવસ્થાને પગલે બિન ઉપયોગી બન્યા છે. મુસાફર વર્ગ માટે માથાનો દુઃખાવો સમાન બન્યા છે.જેને લઈને અંતરિયાળ વિસ્તારના લોકોમાં યોગ્ય કામગીરી થાય તેવી માગ ઉઠવા પામી છે. ચીખલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના સમાવિષ્ટ ગામો જોકે, મુખ્ય માર્ગથી પીકઅપ એક થી બે કિ.મી દુર આવેલ આ ગામ હોવાથી ગામની પ્રજા માટે પિકઅપ બસ સ્ટેન્ડની અગત્યતા વધી જાય છે. આ ઉપરાંત આ સ્ટેન્ડથી અંદરના ગામડાંઓમાં રહેતા લોકોને ત્રણ ચાર કિમી અંંતરે ત્યાંના લોકોએ દુરથી બસ કે વાહનો પકડવા માટે પગે ચાલીને આવવું પડતું હોય છે. ત્યારે હાલ અહીંની પ્રજા માટે પિકઅપ સ્ટેન્ડ બિન ઉપયોગી બન્યા હોવાથી મુસાફરોની સતત મુશ્કેલી વધી રહી છે. ખાસ કરીને હાઇવે પર મોટે ભાગના પિકઅપ સ્ટેન્ડની ખંડેરતાને પગલે અંંદરના ભાગે પ્રવેશ કરવામાં પણ મુસાફરોને ભય અનુભવાય છે. જોકે, ચોમાસા જેવા દિવસોમાં મજબૂરી વસ અંંદર બેસવાની નોબત આવે છે. પરંતુ તૂટેલી છતને કારણે અંંદર સહારો લેવાનો પ્રયાસ પણ વ્યર્થ બને છે. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં ઘણાં પિકઅપ સ્ટેન્ડ ખન્ડેર હાલતમાં છે. તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. પિકઅપ સ્ટેન્ડ જર્જરિત બનતા આમજનતા માટે બિનઉપયોગી અને વધુ જોખમી બને તે પહેલા જ તેનું રિપેરિંગ કાર્ય થાય તેવી લોકમાગ ઉઠવા પામી છે. ત્યારે આ અગાઉ પણ આ સમસ્યા સમાચાર પત્રક માં પ્રકાશિત કરવામાં આવી હતી પણ આજ દિન સુધીમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યાં ત્યારે એસ.ટી વિભાગ આ મુદ્દા ને ગંભીરતા પૂર્વક લે અને યોગ્ય પગલાં ભરે તો ઘણું છે.

બોક્સ..૧
વિદ્યાર્થીઓને બારેમાસ મુશ્કેલી વેઠી રહ્યાં છે
ગામના લોકો તાલુકા મથકે કે અન્ય કામ ધંધાર્થો મુસાફરી કરતી વેળા આ ખંડેર પિકઅપ સ્ટેન્ડને લીધે મુસાફરો પરેશાન થઈ જતા હોય છે. તેવામાં બારેમાસ અપડાઉન કરતા કોલેજ કે આઈટીઆઈમાં ભણતા વિદ્યાર્થીઓ તો બારેમાસ મુશ્કેલી વચ્ચે મુસાફરી કરી રહ્યાં છે.

બોક્સ..૨
રાનકુવા ના સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું કે આ પીક અપ સ્ટેશન માં વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને રાનકુવા એ સતત વિકસ તું ગામ છે આજુબાજુના 10 થી 15 ગામના લોકો અહીંયા થી મુસાફરી કરે છે. જ્યારે હાલ કાળઝાર ગરમી માં મુસાફરી માર્ગ પર ઉભા રહી બસ ની રાહ જોતાં જોવા મળે છે.

બોક્સ.3
તંત્ર દ્વારા કાર્યવાહીની અતિઆવશ્યકતા
ઉપરથી તૂટી ગયેલા પતરાઓ ઉપરાંત બેઠક વ્યવસ્થા પણ તૂટીને નષ્ટ થઈ જતાં તેમાં પ્રવેશી સહારો લેવો મુશ્કેલ છે. જેને પગલે લોકોએ મુશ્કેલી પડતી હોવા છતાં રોડની બાજુમાં તડકામાં ઉભા રહેવું પડે છે. ત્યારે પ્રજાના હિતમાં ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!