GUJARATJETPURRAJKOT

Jetpur: વિંછીયા ખાતે ૫ જાન્યુઆરીએ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાશે: લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ

તા.૨/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સબંધિત વિભાગોના સહયોગથી વિંછીયા તાલુકાના તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે સી.એચ.સી. વિંછીયા ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાશે. આ કેમ્પ તા.૦૫/૦૧/૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માત્રાના ગેટ પાસે, વિંછીયા ખાતે યોજાનાર છે.

આ કેમ્પમાં સ્થળ ઉપર દિવ્યાંગતાનુ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, આવકનુ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત કાર્ડ, યુ.ડિ.આઈ.ડી. કાર્ડ તથા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ વિતરણ તથા મંજુરીની કામગીરી સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવશે. જેથી જરૂરી તમામ આધાર પુરાવા સાથે દિવ્યાંગ લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

કેમ્પ ખાતે દિવ્યાંગ લાભાર્થી દ્વારા સાધન સહાય તથા અન્ય પ્રમાણપત્રો / કાર્ડ / અન્ય લાભ મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ મેડીકલ સર્ટીફિકેટની નકલ, ભારત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવેલ યુ.ડી.આઇ.ડી. (UDID) કાર્ડની નકલ, વાર્ષિક આવક મર્યાદા રૂ.૨,૬૪,૦૦૦- સુધીના પ્રમાણપત્રની નકલ (મામલતદારશ્રી, તલાટી મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી), અરજદારના આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટા-૦૨ જેવા જરૂરી આધાર પુરાવાઓ સાથે લાવવાના રહેશે તેમ મામલતદારશ્રી, વિંછીયાની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!