GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલપર ગામ નજીક ટ્રક ડ્રાઇવરોને ત્રણ શખ્સોએ છરી બતાવી ટ્રકની ટાંકીમાંથી ડીઝલની લૂંટ ચલાવી 

MORBI:મોરબીના લાલપર ગામ નજીક ટ્રક ડ્રાઇવરોને ત્રણ શખ્સોએ છરી બતાવી ટ્રકની ટાંકીમાંથી ડીઝલની લૂંટ ચલાવી

 

 

મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના કોટડાસંગાણી ગામના વતની હાલ રાજકોટ સહકાર સોસાયટી શેરી નં.૫ માં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડા ઉવ-૩૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં સફેદ કલર સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૧૨-સીજી-૨૨૧૮ માં આવે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૩/૦૧ના રોજ રાત્રીના ૩ વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ, પટેલ વિહાર હોટલની બાજુમાં ફરિયાદી સંજયભાઈ બે ટ્રકના ડ્રાઈવરો અને પ્રવીણભાઈ દલસાણીયાના ટ્રકના ડ્રાઈવરને તેમજ સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરોને એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ છરી બતાવી ડરાવી ધમકાવી ગાડીઓની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબાઓમાં આશરે ૭૫૦ લીટર ડીઝલ કિ.રૂ.૬૭,૫૦૦/-ભરી લૂંટ કરી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ત્રણ ઈસમો તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!