HALOLPANCHMAHAL

ઘોઘંબાના લાલપુરી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મંડળ અંતર્ગત શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૨.૧.૨૦૨૪

ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મંડળ અંતર્ગત શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.યોજાયેલ પ્રદર્શન દીપપ્રાગટ્ય કરી ગામના સરપંચ તથા એસ.એમ.સી.સભ્યો સહિત ના માનવંતા વરિષ્ઠ નાગરિકો અને શાળાના આચાર્ય ભારત ભાઈ પટેલનાઓ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ ખુલ્લો મુકવમાં આવ્યો હતો.છેવાડાના વિસ્તારમાં આવેલ નાનકડા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ ગણિત વિજ્ઞાન વિષય ઉપર ૪૭ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં ધુમાડા શોષક યંત્ર,થ્રી ડી સોલાર સિસ્ટમ,વેસ્ટ માંથી બેસ્ટ વેક્યુમ ક્લીનર,રોબોટ જેવી કૃતિઓ રજૂ કરી હતી.સાથે સાથે ગણિત શીખવાની સરળ રીતો પણ રજૂ રાખવામાં આવેલી. તદુપરાંત રેદિયેશન ફ્રી ગામ બનાવવા ગાયના છાણની વિવિધ કૃતિઓ રજૂ રાખવામાં આવેલી. બાળકો એ ખુબ ઉત્સાહથી આ પ્રવૃતિ માં ભાગ લીધો હતો. બાળકો હાલના આધુનિક અને વિજ્ઞાન તથા ટેકનીકલના યુગ માં હરણફાળ ભરી શકે તેમજ ઉત્સાહ પૂર્વક ભાગલે તે માટે લાલ પુરી શાળા માં ફરજ બજાવતા શિક્ષિકા સીમાબેન જોષી દ્વારા વિદ્યાર્થીઓ ને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના બાળકોએ પણ શાળા સમય બાદ પણ સમય આપી પોતાનું સર્વોચ્ચ યોગદાન આપી ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લઇ તેને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો ને પારિતોષિક રૂપે શિલ્ડ તેમજ તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઈનામ સીમાબેન જોશી દ્વારા તેમજ તિથિ ભોજનની વ્યવસ્થા હેતલબેન ત્રિવેદી દ્વારા પુરી પાડવા માં આવી હતી. જયારે વિશેષ સહકાર ભરતભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવ્યો હતો. પ્રદર્શન માં બાળકોમાં રહેલી અદ્રશ્ય શક્તિઓ જોઈ તમામ મહેમાનો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. અને ભવિષ્ય માં આવી તમામ પ્રવૃત્તિઓ માં સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!