MORBI:આણંદ ખાતે મધ્ય ઝોનમાં સમાવિષ્ટ મોરબી સહિતના જિલ્લાના યુવાઓ માટે સાહસિક પ્રવૃત્તિઓ સંલગ્ન તાલીમ કોર્ષ યોજાશે
MORBI:આણંદ ખાતે મધ્ય ઝોનમાં સમાવિષ્ટ મોરબી સહિતના જિલ્લાના યુવાઓ માટે સાહસિક પ્રવૃત્તિઓ સંલગ્ન તાલીમ કોર્ષ યોજાશે
૫ (પાંચ) દિવસીય નિવાસી તાલીમ કેમ્પમાં ઈચ્છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવાઓએ ૧૦ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરી આણંદ ખાતે મોકલવાનું રહેશે
ગુજરાતના યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે અને આકસ્મિક આવી પડેલ પૂર, આગ, ભૂકંપ જેવી હોનારતના આપાતકાલિન સમયમાં જે-તે જિલ્લાના ડીઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશયથી ‘ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન’ અન્વયે આણંદ જિલ્લા ખાતે ‘પ્રદેશકક્ષા (મધ્યઝોન) સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ’ માટે ઈચ્છુક યુવક-યુવતીઓના ૫ (પાંચ) દિવસના નિવાસી તાલીમ કેમ્પનું આયોજન રાજ્ય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
આ નિવાસી શિબિરમાં પસંદ થયેલ યુવક-યુવતિઓને કેમ્પમાં સ્માવિષ્ટ તમામ સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. આ તાલીમ કેમ્પ માટે મધ્ય ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓ (ખેડા, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, પંચમહાલ (ગોધરા), મહીસાગર, દાહોદ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર) ના યુવક-યુવતીઓ કે જેઓ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેઓએ નિયત નમૂનાનું ફોર્મ ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૩૦૯, ૩જો માળ, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે તા.૧૦/૧૦/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે. નિયત સમયમાં કચેરી ખાતે મળેલ અરજીઓમાંથી પસંદગી પામેલ યુવક-યુવતીઓને આ કેમ્પ માટે આમંત્રિત કરવામાં આવશે. વધુ માહિતી માટે કામના સમય દરમ્યાન કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રીના મો.નં- ૭૯૯૦૨ ૩૯૭૧૪ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.