.બારિયા નગરપાલિકા અનેક વિસ્તારોમાં વાવાઝોડા બાદ તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર દ્વારા કચરો ઉપાડવાની, ગટર સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે
તા.૦૬.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દે.બારિયા નગરપાલિકા અનેક વિસ્તારોમાં વાવાઝોડા બાદ તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર દ્વારા કચરો ઉપાડવાની, ગટર સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની સૂચના હેઠળ વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દેવગઢબારિયા ખાતે ભારે વાવાઝોડાને લીધે બંધ થયેલ વિવિધ માર્ગોની દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ બનાવવી સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છેદેવગઢ બારિયા પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફસીર દેખરેખ હેઠળ આ ટીમ દ્વારા પૂરજોશમાં શેરી તેમજ રોડ રસ્તા ઉપર સફાઈ ઉપરાંત ગટરની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.મુખ્ય બજાર, બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં ટ્રેક્ટર દ્વારા કચરો ઉપાડવાની કામગીરી, , ખુલ્લી ગટર અને ગટરના નાળાની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે