વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તારમાં આવેલ ડોન હિલ સ્ટેશન પર કેટલાક પ્રવાસીઓ ફોર વ્હીલ રજી. નં.GJ -21-BC-9692 માં સવાર થઈને ઘાટ ચઢી રહ્યા હતા.ત્યારે ફોર વ્હીલ ચાલકે પોતાના કબજાની કાર પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી.અને અકસ્માત સર્જાયો હતો.અહી સ્થળ પર ધડાકાભેર અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફોર વ્હીલમાં ફસાયેલ પ્રવાસીઓ ને બહાર કાઢી તેમને તત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.જોકે સદ નસીબે કોઈ મોટી જાન હાની થયેલ નથી પરંતુ કારને ભારે નુકશાન થવા પામેલ હોવાની વિગતો સાંપડી છે..