GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના વાઘગઢ ગામે ઝધડો ન કરવા સમજાવેલ ગયેલ બાબતનો ખાર રાખી આધેડને બે શખ્સોએ માર માર્યો

TANKARA:ટંકારાના વાઘગઢ ગામે ઝધડો ન કરવા સમજાવેલ ગયેલ બાબતનો ખાર રાખી આધેડને બે શખ્સોએ માર માર્યો

 

 

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે અગાઉ સાત આઠ દિવસ પહેલા આધેડની વાડીની પાસે આધેડના ગામના રમભા ઝાલા સાથે બે શખ્સો માથાકુટ કરતા હોય જેથી આધેડે બોલાચાલી ઝઘડો ન કરવા સમજાવેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી છરી વડે ઇજા પહોંચાડી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા અને ખેતી કરતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા (ઉ.વ.૪૮) એ આરોપી યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા તથા મનોજભાઇ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બંને ઘુનડા (ખા) ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આશરે સાત-આઠ દિવસ પહેલા પોતાની વાડીની બાજુમાં બન્ને આરોપીઓ ફરીયાદીના ગામના રમભા ઝાલા સાથે માથાકુટ કરતા હોય જેથી ફરીયાદીએ બોલાચાલી ઝઘડો ન કરવા સમજાવેલ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદીને આરોપીઓએ ઢીકા પાટુંનો મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદીને છરી વતી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!