MORBI મોરબી ટીબી મુકત ભારત અભિયાન’ અંતર્ગત “નિક્ષય મિત્ર પહેલ”અંતર્ગત નવયુગ કોલેજના NSS સ્વયં સેવક અને કોલેજ ના વિધાર્થીએ નિક્ષય પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું
MORBI મોરબી ટીબી મુકત ભારત અભિયાન’ અંતર્ગત “નિક્ષય મિત્ર પહેલ”અંતર્ગત નવયુગ કોલેજના NSS સ્વયં સેવક અને કોલેજ ના વિધાર્થીએ નિક્ષય પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું
ભારત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન – નિક્ષય મિત્ર પહેલ અંતર્ગત નવયુગ કોલેજના NSS સ્વયં સેવક અને કોલેજ ના વિધાર્થીએ ટીબીના દર્દીઓને સાઈકોસોશિયલ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી નિક્ષય પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હતું.
ટીબી મુકત ભારત અભિયાન’ અંતર્ગત “નિક્ષય મિત્ર પહેલ” દ્વારા ટીબી દર્દીઓને સામાજિક, ભાવનાત્મક તથા પૌષ્ટિક સહયોગ ઉપલબ્ધ કરાવવા જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પહેલમાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) NSS સ્વંયસેવકની સક્રિય ભાગીદારી જરૂરી છે. જેથી તેઓ પોતાના વિસ્તારના ટીબી દર્દીઓના “નિક્ષય મિત્ર” બનીને તેમને જરૂરી સહયોગ આપી શકે છે. જે માટે નવયુગ કોલેજ મોરબી અને જિલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ટીબી રોગની સમજ, નિદાન, સારવાર, સરકાર દ્વારા મળતી સહાય તેમજ રોગ અંગેની ગંભીરતાની માહિતી આપવામાં આવી અને ટીબીના દર્દીઓને સાયકૉસોશિયલ સહયોગ કઈ રીતે પ્રદાન કરવો તેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ (એન.એસ.એસ.) NSS સ્વયંસેવકોને પોતાના વિસ્તારમાંના ટીબી દર્દીઓને સહયોગ આપવા માટે “નિક્ષય પોર્ટલ” પર નોંધણી કરવા પ્રોત્સાહિત કરાયા તથા તેમના દ્વારા આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપવા સંકલ્પિત કરવામાં આવ્યા હતા.
નિક્ષય મિત્ર પહેલ તથા ટીબી મુકત ભારત અભિયાનની સફળતા માટે NSS સ્વયંસેવકોને સહકાર આપવા માટે મોરબી જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો. ઓર્ડિનેટર પિયુષભાઈ જોષીએ આ કાર્યક્રમમાં એન.એસ.એસ યુથને નિક્ષય મિત્ર તરીકે જોડાવવા નમ્ર અપીલ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, ટંકારા તાલુકાના ટી.બી સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી, અને NSS કો.ઓર્ડિનેટર પ્રો.નિલેશ મીરાણી એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયા સર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.