GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર સ્વસ્થ નારી. સશક્ત પરિવાર અંતર્ગત મેડિકલ કેમ્પ નુ આયોજન
MORBI:મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર સ્વસ્થ નારી. સશક્ત પરિવાર અંતર્ગત મેડિકલ કેમ્પ નુ આયોજન
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તારીખ ૧૭/૯/૨૦૨૫ થી સ્વસ્થ નારી. સશક્ત પરિવાર અંતર્ગત મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ હતુ જેમા લાભાર્થીઓનું એન.સી.ડી. સ્ક્રીનીંગ, સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા તપાસ કેમ્પ, સગર્ભા અને બાળકો ન રસીકરણ, એનિમિયા સ્ક્રીનીંગ તેમજ સારવાર, ટી.બી. સ્ક્રીનીંગ, વયવંદના અને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવેલ અને લેબોરેટરી તપાસ કરવામાં આવેલ તેમજ વિવિધ આરોગ્યલક્ષી પ્રોગ્રામ ની માહિતી આપવામાં આવે હતી, ઉપરોક્ત કેમ્પ નો લાભ લેવા માટે નજીક ના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.