BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ના જગાણા ખાતે રામમંદિરના આંદોલનકારી કારસેવક ને સન્માનિત કરવામાં આવ્યા 

24 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા બ્યુરો

અનેક વર્ષના ઈન્તજાર બાદ અયોધ્યામાં ભગવાન રામલ્લાનું પુનઃસ્થાપન થયું છે. અનેક રામભક્તોએ શ્રીરામના મંદિરના નિર્માણ અર્થે બલિદાન આપ્યું છે.ત્યારે આ ઐતિહાસિક ઘડી વર્ષ 2019માં આવી પહોંચી.જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર માટે સુપ્રીમ કોર્ટના 5 જજોની બેચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો અને રામ મંદિર બનાવવા મંજૂરી આપી અને ત્યારબાદ તમામ હિન્દૂ સંગઠનો અને વિશ્વ હિંદુ પરિષદ નું નેતૃત્વ લઈ બુથ લેવલ સુધીના કાર્યકરો ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણની દિશામાં શ્રમદાન શરૂ કર્યું.અને 22મી જાન્યુઆરી 2024ના પવિત્ર અને ઐતિહાસિક દિવસે સમગ્ર દેશ સહિત દુનિયાના દેશોએ આ ભવ્ય પળને નિહાળી ત્યારે પાલનપુરમાંથી જ એક એવુ નેતૃત્વ જે રામ મંદિરના નિર્માણ અર્થે 21 દિવસ સુધી જેલમાં રહ્યા એવા જગાણાના 108ના નામથી જાણીતા પાલનપુરના પૂર્વ વકીલ એસોસિએશનના પ્રમુખશ્રી અને એડવોકેટ અને ભારત સરકારના નોટરી ભેમજીભાઇ ચૌધરી કે જેઓ રામ મંદિર આંદોલન વખતે ખૂબ સક્રિય રીતે તે વખતે રામમંદિરનો રથ લઈને 30 ઓકટોબર 1990 ના રોજ નીકળયા હતા.રામમંદિરનો રથ લઈને નીકળેલા અનેક રામભક્તોની ધડપકડ કરવામાં આવી હતી અને ભેમજીભાઇ ચૌધરી અને ભીખાભાઇ નાઈની અને કેશાજી માળી, જીવંતરામ રાવલ આગ્રા ખાતે થી ધરપકડ થઈ હતી.તેઓ 21દિવસ સુધી આગ્રા સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા.પરંતુ વિદ્યાર્થીકાળ થી જ વિદ્યાર્થી પરિષદમાં સફળ નેતૃત્વ કરનાર ભેમજીભાઇને છોડાવવા માટે અનેક વિદ્યાર્થીસંગઠનો દ્વારા ધરણા કરી ઉગ્ર માંગ કરાઈ હતી.આજે જ્યારે રામ મંદિરનું ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે. ત્યારે રામમંદિર આંદોલન વખતની તેમની જૂની તસ્વીરો તાજી થઈ છે.આજે રામ મંદિરનો નિર્માણ થઈ ગયું છે.જેને લઈ તેઓ ખૂબ આનંદિત છે.અને તે દિવસની યાદો તાજી કરતાં ભેમજીભાઇ ચૌધરીની આંખો ભીની થઇ હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા રામચંદ્ર ભગવાનની તસવીર આપી સન્માનિત કરાયા હતા

Back to top button
error: Content is protected !!