DAHODGUJARAT

દાહોદ ના ઉપક્રમે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ની આયોજન બેઠક રાખવામાં આવી

તા. ૧૪. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના ઉપક્રમે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ની આયોજન બેઠક રાખવામાં આવી

આજરોજ તારીખ. ૧૪.૦૭.૨૦૨૪ ને રવિવારના રોજ સવારના ૧૧.૦૦ કલાક આદિવાસી પરિવાર દાહોદ ના ઉપક્રમે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ની આયોજન બેઠક આદિજાતિ ભવન,તાલુકા પંચાયત દાહોદ ની સામે રાખવામાં આવી બેઠકમાં દાહોદ જિલ્લામાંથી દાહોદ,ઝાલોદ,ગરબાડા,ધાનપુર,લીમખેડા,સંજેલી અને ફતેપુરા તાલુકામાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો.

તારીખ. ૧૩. ૦૭. ૨૦૨૪ આદિવાસી પરિવાર કોર કમિટીની બેઠકમાં નક્કી થયેલ એજન્ડા મુજબ બેઠકમાં ૯ ઓગસ્ટ ની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ સભા સાથે સાંસ્કૃતિક મહારેલી રૂપે ઉજવણી સાથે UNO ની નક્કી કરેલ થીમ આધારિત ઝાંખીઓ તેમજ આદિવાસી પરંપરા,રીતરિવાજ ,અધિકારો વિષય પર વિવિધ ઝાંખીઓ તૈયાર થાય તે માટેની ચર્ચા કરવામાં આવી ઉપરાંત આ બેઠકમાં ૯ ઓગસ્ટના કનવિનર,સહ કંનવિનર અને વિવિધ સમિતિઓના ગઠન બાબતે તેમજ રેલીના રૂટ,સભા સ્થળ વિશેની ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત સ્વયંસેવકોની જરૂરિયાત ,શાસન પ્રશાસન અને અન્ય સમુદાય સાથે તાદાત્મ્ય બાબતે પણ ચર્ચા કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!