GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી- માળીયા વિધાનસભા વિસ્તારનું સાસંદ વિનોદ ભાઈ ચાવડા એ દીપ પ્રગટાવી ભાજપનું સ્નેહ મિલન યોજાયું

MORBI:મોરબી- માળીયા વિધાનસભા વિસ્તારનું સાસંદ વિનોદ ભાઈ ચાવડા એ દીપ પ્રગટાવી ભાજપનું સ્નેહ મિલન યોજાયું

 

 

મોરબી મહાનગરની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવા આગેવાનોનું કાર્યકર્તાઓને આહવાન

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી- માળીયા વિધાનસભા વિસ્તારનું ભાજપનું સ્નેહ મિલન ઉમા ટાઉનશિપમાં યોજાયું હતું. જેમાં મોરબી મહાનગરની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવા આગેવાનોએ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.વધુમાં આગેવાનોએ વર્ષ દરમિયાન કરેલા કાર્યોના લેખા જોખા કર્યા હતા. આ સાથે ગયા વર્ષની ભૂલને ભૂલીને નવા વર્ષની શરૂઆત કરવા અપીલ કરી હતી. મોરબી ટુક સમયમાં મહાનગર બનશે એટલે શહેરનો વિકાસ જેટ ગતિએ થશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી હિતેશ ચૌધરી, સાંસદ વિનોદ ચાવડા, ચંદુભાઈ શિહોરા, પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ દિપીકાબેન સરડવા, જયંતિ કવાડિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતીયા, મગનભાઈ વડાવીયા આ ઉપરાંત મોરબી શહેર – તાલુકા, માળીયા મી. શહેર તાલુકાના હોદેદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!