MORBIMORBI CITY / TALUKO

મોરબી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસો કેસના આરોપી શૈલેશ ઉર્ફે પીન્ટુ છન્નાભાઈ પારગીનો નીર્દોષ છૂટકારો.

મોરબી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોકસો કેસના આરોપી શૈલેશ ઉર્ફે પીન્ટુ છન્નાભાઈ પારગીનો નીર્દોષ છૂટકારો.

હળવદ પોલીસે તા. ૦૨/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈ આ કામે ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ભોગબનનાર સાથે અવાર નવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી બાળાત્કાર કરેલ હોવાનો ગુનો કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપી શૈલેશ ઉર્ફે પીન્ટ છનાભાઈ પારગીની ધરપકડ કરી આરોપી વીરધ્ધ આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), (એચ- આઈ- એન) તથા પોકસો અધી. ૨૦૧૨ ની કલમ- ૩(૨) ૪,૭,૮ મુજબ વીગેરે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલા

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અઘીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે કરીયાદથી વીરૂઘ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ભોગબનનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મોખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ભોગબનનારને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી લઈ જઈ આ કામેની ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ભોગબનનાર સાથે અવાર નવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી બાળાત્કાર કરેલ હોવાનું ફરીયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહીન પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયા સુધી આરોપી વીરૂઘ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.

આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવા એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!