NAVSARI

નવસારી: વેસમાં રોડ ઉપર ચેન સ્નેચિગ કરનાર 3 તસ્કરોને પોલીસે ઝડપી લીધા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારીના વેસમાં નજીક ચેન સ્નેચીગ કરી અને મનુષ્ય વધ ના ત્રણ આરોપીઓને દબોચી લઈ સળિયા પાછળ ધકેલી દેવાયા નવસારી રૂરલ પો. સ્ટે. વિસ્તારના ચીલ ઝડપ કેસના ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિષના બનેલ બનાવમાં સંડોવાયેલ ચાર ઇસમોને સોનાની ચેન તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ. ૩, ૭૬, ૦૦૦ ના મુદામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત તા. ૧૯/૦૩/૨૦૨૩ ના રોજ ફરીયાદી મનસુખભાઇ નાથાભાઇ પાઘડાળ રહે. શીવ ગંગા સોસાયટી, ગૌરી શંકર મહોલ્લો જલાલપોર તા. જલાલપોર જી. નવસારીનાઓ તેમની પત્નિ રંજનબેન સાથે સુરતથી ને. હા. નં. ૪૮ ઉપર થઇ સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર પરત આવતા હતા તે વખતે ને. હા. નં. ૪૮ અમદાવાદથી મુંબઇ જતા રોડે ધોળા પીપળા ઓવરબ્રીજના સર્વિસ રોડ ઉપરથી ફરીયાદી તેમની મોટર સાયકલ ઉપર તેમની પત્નિ સાથે પસાર થતા હોય તે વખતે અજાણ્યા ઇસમો મોટર સાયકલ ઉપર તે વખતે તેમની મોટર સાયકલ નજીક અચાનક આવી ફરીયાદીની પત્નિએ ગળામાં પહેરેલ સોનાની ચેન આંચકી(ઝંટવી) લેતાં કરીયાદીની પત્નિ મોટર સાયકલ ઉપરથી પડી જતાં ગંભીર ઇજાઓ પહોંચાડી નાશી જવાનો બનાવ બન્યો હતો. એલસીબી પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બનાવ બનેલ તે વખતે યુનિકોન મોટર સાયકલનો ચાલક ઇમરાન મુસાભાઇ એકલવાયા તથા મો. સા. પાછળ બેસી ફરીયાદીની પત્નિના ગળામાંથી સોનાની ચેન આંચકી લેનાર હારુન ઉર્ફે ચાઉંસ હસન હમજા તથા કાળા કલરની પલ્સર ઉપર જુબેર મુસાભાઇ એકલવાયાનાઓ જેઓ ત્રણેય ડાભેલ વિસ્તારના હોવાની બાતમીને આધારે પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 3ની અટક કરતા તેઓએ સોનાની ચેન નવસારીમાં રહેતા ઇમરાન બસીર શેખ,. રહે. એ-302, અલ્ટીમેટ હાઇટ્સ રીંગરોડ નવસારી નાઓને વેચી કાઢતા તેમની પણ અટક કરી હતી. પોલીસે ચારની અટક કરી રૂ. 3.76 લાખનો મુદ્દામાલ પણ ઝપ્ત કર્યો હતો. વધુ તપાસ ગ્રામ્ય પોલીસે આગળની તપાસ હાથ ધરી…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!