WAKANER:વાંકાનેરના કોટડા નાયાણી ગામે. સ્ટ્રીટ લાઇટના અંજવાળે શેરીમાં જુગાર રમતાં પાંચ પતા પ્રેમીઓ ઝડપાયા
WAKANER:વાંકાનેરના કોટડા નાયાણી ગામે. સ્ટ્રીટ લાઇટના અંજવાળે શેરીમાં જુગાર રમતાં પાંચ પતા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે તાલુકાના કોટડા નાયાણી ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને કુલ રોકડ રૂપીયા ૧૧,૩૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકના લોકરક્ષક કિશનભાઇ ધીરૂભાઈ મેરને મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે દરોડો પાડતા અક્ષર મોલ-દુકાન વાળી શેરીમા ચોક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા અમજાનભાઇ ઉર્ફે પીન્ટુભાઇ સમા ઉવ.૩૨ રહે. કોટડા નાયાણી તા.વાંકાનેર, ઉમરભાઇ આદમભાઇ ચાનીયા ઉવ.૫૪ રહે.રાજકોટ પોપટપરા માઉન્ટેન પોલીસ લાઇન પાછળ ૫૩ કવાટર્સ રાજકોટ, ઇમ્તીયાજભાઇ જુસબભાઇ સુમરા ઉવ.૩૦ રહે. રાજકોટ રેલનગર આવસ કવાટર્સ રાજકોટ, ગીરીરાજસિંહ શક્તિસિંહ જાડેજા ઉવ.૪૦ રહે. કોટડા નાયાણી તા.વાંકાનેર તથા અનવરભાઇ હાજીભાઇ સુમરા ઉવ.૩૫ રહે. રાજકોટ પોપટપરા માઉન્ટેન પોલીસ લાઈન પાછળ ૫૩ કવાટર્સ રાજકોટવાળાને રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૧,૩૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી બધા આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.