BANASKANTHAGUJARATPALANPUR

Palanpur:વિજ્ઞાન પ્રદર્શનમાં 100 શાળાની 100 કૃતિઓ સહિત કરજોડામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે દિવસ યોજાયેલ

30 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિજ્ઞાન પ્રદર્શનમાં 100 શાળાની 100 કૃતિ , કરજોડામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મંગળ અને બુધવાર એમ બે દિવસ યોજાયું હતું.જેમાં પાલનપુર તાલુકાની 175 શાળાઓમાંથી 100 શાળાની 100 કૃતિ સાથે ૨૦૦ વિદ્યાર્થી અને 100 શિક્ષકોએ ભાગ લીધો હતો કરજોડામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ આધારિત બાળ વૈજ્ઞાનિકો દ્વારા સુંદર મજાની કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળકોને બીઆરસી શ્રી જીગ્નેશભાઈ સાણોદરીયા તરફથી શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કરજોડા ગામના દાતાશ્રીઓ તરફથી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .સાથે સાથે ભાગ લેનાર તમામ બાળકો, મહેમાન શ્રીઓ અને કરજોડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્વરુચિ ભોજન બંને દિવસ પીરસવામાં આવ્યું હતું .અને તમામ સુંદર વ્યવસ્થા ગામના દાતાશ્રીઓ દ્વારા મંડપ ,ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદઘાટક તરીકે માનનીય શ્રી પરબતભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી બનાસકાંઠા. માનનીય શ્રી અનિકેતનભાઇ ઠાકર ધારાસભ્ય શ્રી પાલનપુુર, શ્રી ચીમનભાઈ સોલંકી પ્રમુખશ્રી નગરપાલિકા પાલનપુર. માન. શ્રી ડો. પી.બી. બારડ સાહેબ પ્રચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર. શ્રીમતિ હંસાબેન પટેલ ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પાલનપુર. શ્રી ફતાભાઈ ધરિયા ,ચેરમેન શ્રી, એ.પી.એમ.સી. પાલનપુર તથા શ્રી ભગવાનભાઈ કુગસીયા ચેરમેન શ્રી એ.પી.એમ.સી .પાલનપુર શ્રી ઘેમરભાઇ કોરટ સદસ્ય શ્રી, તાલુકા પંચાયત પાલનપુર. શ્રી ભરતભાઈ જોશી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ.શ્રી ધીરુભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ. તથા શ્રી મહેન્દ્રભાઈ પરમાર, પ્રમુખશ્રી, ઉત્કર્ષ મંડળ પાલનપુર. પાલનપુર તાલુકાના તમામ સી.આર.સી મિત્રો, પે સેન્ટર આચાર્યશ્રી પાલનપુર .તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો, સીઆરસી સદરપુર ના પેટા શાળાના તમામ આચાર્યશ્રીઓ તથા સદરપુરના તમામ શિક્ષક ભાઈ બહેનો, ગ્રામજનો વાલી મિત્રો અને કરજોડા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહી કૃતિ નિહાળી બાળકોને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે શ્રીમતી કાંતાબેન ચૌધરી, ઉપશિક્ષિકા રામપુરા. એ ખૂબ જ સુંદર કામગીરી બજાવી હતી .આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખેમચંદભાઈ પરમાર સી.આર.સી સદરપુર. તથા શ્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ આચાર્યશ્રી પે.સેન્ટર.સદરપુર પે સેન્ટરના તમામ પેટા શાળાના આચાર્યશ્રીઓ શ્રી સોમભાઈ ભાટિયા. શ્રીઇકબાલ હુસેન મનસૂરી. શ્રી વિનોદભાઈ પટેલ તથા આચાર્યશ્રી ઉદયસિંહભાઈ પરમાર યજમાન શાળાના આચાર્યશ્રી તથા કરજોડા પ્રાથમિક શાળાના સમગ્ર શાળા પરિવારે ભારે જહમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામને ખૂબ ખૂબ અભિનંદન.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!