GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના પંચાસરા ગામેથી કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા તસ્કરો 3 લાખની ડુંગળી ચોરી ગયા

WAKANER:વાંકાનેરના પંચાસરા ગામેથી કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા તસ્કરો 3 લાખની ડુંગળી ચોરી ગયા

 

 

વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા ઇમરાનભાઈ રસુલભાઈ સાજીભાઈ ભોરણીયા ઉવ.૩૫ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી કે ઇમરાનભાઈએ પોતાની વાડીમાં શિયાળુ પાક તરીકે ડુંગળીનું વાવેતર કર્યું હતું જે ડુંગળીનો પાક તૈયાર થઈ જતા તે કાઢી તેમાંથી ઘર વપરાશ માટે તથા અમુક પાક વેચી બાકીનો ડુંગળીનો જથ્થો સંગ્રહ કરવા પંચાસર ગામમાં આવેલ રફીકભાઈ રસુલભાઈ શેરશીયાના કુકડા કેન્દ્ર ખાતે માસિક ભાડું નક્કી કરી ત્યાં આ ડુંગળીનો જથ્થો રાખ્યો હતો

ત્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં આ ડુંગળીના છૂટક જથ્થાનું શોર્ટીંગ કરી આશરે ૪૦૦ મણ ડુંગળીને ૧૯૦ થી ૨૦૦ નંગ બેગમાં ભરી લેવામાં આવ્યો હતો, ત્યારે ઉપરોક્ત ડુંગળીની બેગ કુકળા કેન્દ્રમાં રાખી હોય ત્યારે ગત તા. ૦૫/૧૦ ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા તે ચોરી કરી લઈ જતા ફરિયાદી ઇમરાનભાઈ તથા કુકળા કેન્દ્રના માલીક દ્વારા આ અંગે પોતાની રીતે તપાસ કરતા ડુંગળી અંગે કોઈ સગડ ન મળતા કોઈ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

Oplus_131072

 

Back to top button
error: Content is protected !!