DAHOD

ફતેપુરા તાલુકાના કરોડિયાપૂર્વ ગામે સરકારી આઈ.ટી.આઈ ના રસ્તા પર અને આઈટીઆઈ ની આગળ કાદવ-કિચડનું સામ્રાજ્ય

 

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે વોર્ડ નંબર-૪ વિસ્તારમાં આવેલ સરકારી આઈ.ટી.આઈ આગળ કીચડ-કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફતેપુરા તાલુકાના કરોડીયાપૂર્વ ગામે સરકારી આઈ.ટી.આઈ આવેલી છે. આ આઈટીઆઈ જવાના માર્ગ પર કિચડનું સામ્રાજ્ય ફેલાઈ જવા પામ્યો છે. ફતેપુરા તાલુકામાં હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાં તો કરોડિયાપૂર્વ ગામે ચોમાસા જેવા દર્શ્યો સર્જાયા છે. હાલ જ આ પરિસ્થિતિ છે તો ચોમાસા દરમિયાન તો શુ થશે તે માત્ર કલ્પના જ કરવાની રહી. અહીં ફેલાયેલા કિચડના સામ્રાજ્યના કારણે આઈ.ટી.આઈ માં આવતા વિદ્યાર્થીઓ, આઈ.ટી.આઈ ના સ્ટાફગણ અને સ્થાનિક રહીશો ને વારંવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. કિચડના કારણે મોટરસાયકલ ચાલકોમાં સ્લીપ થઈ જવાના બનાવો બને છે ત્યારે મોટરસાયકલ ચાલકો ઇજાગ્રસ્ત થાય છે અને તેમના વાહનોને પણ નુકસાન થાય છે. આ ફેલાયેલ કાદવ કીચડ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે ત્યારે કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દેશ હતો પણ સેવાઇ રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!