અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ધનસુરાના શિકા ચોકડી પાસે ટ્રકમાં આગ લાગી,ડ્રાઈવર અને ક્લીનર નો આબાદ બચાવ થયો, મોડાસા ફાયરટીમે આગ પર કાબુ મેળવ્યો
અરવલ્લી જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં અચાનક આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેમા જંગલો થી લઈ ને વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે 5 દિવસ પહેલા ધનસુરા મોડાસા હાઇવે પર શિકા ચોકડી પાસે પણ રાત્રિના સમયે ટ્રકમાં આગ લાગી હતી બીજી બાજુ મળતી માહિતી મુજબ રોજ વહેલી સવારે મોડાસા ધનસુરા હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી જેમાં ફળી એક વાર શિકા ચોકડી પાસે વહેલી પરોઢે ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતા ની સાથે મોડાસા ફાયર વિભાગ ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગને કારણે ડ્રાઈવર અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો ટ્રકમાં તેલના ડબ્બા તેમજ કાપડ હોવાનું સામે આવ્યું હતું ફાયરની ટીમે વોટર ફાયટીંગ નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ કયા કારણો સર લાગી તે જાણી શકાયું નથી