MEHSANAVADNAGAR

વડનગર ખાતે રવિ કૃષિ મહોત્સવમાં બીજા દિવસે ખેડૂતોને વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

ખેડૂતોને મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર

સરકાર શ્રી દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વડનગર ખાતે બીજા દિવસે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં વડનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી અને અગ્રણી આગેવાન રાજુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખેડૂતોને કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ની વાત કરી ગાયને કામધેનુ કહેવામાં આવે છે તે સમજ આપી પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવ્યું હતું.

આ તબક્કે કૃષિ વૈજ્ઞાનિક શ્રી એ જમીનમાં ઓર્ગેનિક કાર્બન નું મહત્વ સમજાવી પ્રિસિઝન ફાર્મિંગ થી માહિતગાર કર્યા હતા.

પ્રાકૃતિક ખેતી કરતા સુંઢિયા ગામના પ્રગતિશીલ ખેડૂત લવજીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત ના ઉપયોગ થકી વધુ ઉત્પાદન શાકભાજીના પાકોમાં મળી રહ્યું છે તેમ જણાવી અને પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભો વર્ણવ્યા હતા. બપોર બાદ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની રૂબરૂ મોડલ ફાર્મ ની મુલાકાત લીધી હતી અને જીવામૃત બનાવવાની પદ્ધતિ જાણી હતી તેમજ આચ્છાદન નું મહત્વ સમજ્યું હતું તથા જીવાત નિયંત્રણ માટે અગ્ન્યસ્ત્ર બ્રહ્માસ્ત્ર વગેરે બનાવવા અને ઉપયોગ કરવા માર્ગદર્શન મેળવ્યું હતું.

આજના કાર્યક્રમમાં બાગાયત ખાતાની તેમજ ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી અધિકારી શ્નીઓ એ આપી હતી. ખેડૂતોએ ૧૫ જેટલા નિદર્શન સ્ટોલની પણ મુલાકાત લઈ કૃષિની નવી ટેકનોલોજી ની જાણકારી મેળવી હતી.

કાર્યક્રમમાં સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત વડનગર ના પ્રમુખશ્રી, અગ્રણી આગેવાન કલાજી 700 સમાજ વાડીના વહીવટ કરતા શ્રી ભગુભાઈ , નાયબ ખેતી નિયામક શૈલેષભાઈ પટેલ , મદદનીશ ખેતી નિયામક પંકજભાઈ દસલાણીયા, બાગાયત અધિકારી હાર્દિકભાઈ પ્રજાપતિ , વિસ્તરણ અધિકારી જશુજી, વડનગર વિભાગના ગ્રામ સેવકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ મહોત્સવને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!