WANKANER:પ્રેમ સંબંધમા આડખીલી રૂપ બનતા યુવકની પ્રેમી પંખીડાએ હત્યા કરી નાખી
વાંકાનેર તાલુકાના જાલીગામે રહેતા ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા (ઉ.વ.૩૬) એ આરોપી ધનજીભાઈ કાનાભાઇ માલકીયા તથા અરૂણાબેન મનુભાઈ ગોરીયા રહે. બંને જાલીગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે
ગત તા.૨૪ -૧૦-૨૦૨૩ ના રોજ ફરીયાદીના ભાઇ પાચાભાઇ રૂપાભાઇ રંગપરાને આરોપી અરૂણાબેન સાથે પ્રેમસબંધ હોય અને આરોપી ધનજીભાઈને પણ આરોપી અરૂણાબેન સાથે પ્રેમ સબંધ હોય જેથી પાંચાભાઈ રૂપાભાઈ રંગપરા આરોપી ધનજીભાઈ અને અરૂણાબેનના પ્રેમસબંધમા આડખીલી રૂપ હોય જેથી આરોપી ધનજીભાઈ અને અરૂણાબેનન નાઓએ ભેગા મળી અગાઉથી પ્લાન બનાવી આરોપી અરૂણાબેનએ પાંચાભાઈ રૂપાભાઈ રંગપરાને ભુપત ઉકાભાઇની વાડીએ બોલાવી ગળે ટુંપો આપી મોત નિપજાવ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના ભાઈ ચોથાભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨,૩૪,૧૨૦ બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.