WANKANER:વાંકાનેર બેસતા વર્ષમાં થયેલ ફાયરિંગ બાદ આરોપી વૃદ્ધને માર મારતા મોત: બનાવ હત્યામાં પલટાયો
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક લાકડી વડે માર મારી હાથ પગ ભાંગી નાખ્યા બાદ પ્રથમ રાજકોટ બાદ વૃદ્ધને અમદાવાદ સારવારમાં લઈ જવાતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
વાંકાનેર તાલુકાના કેરાળા હરિપર ગામના વતની અને હાલમાં વિશિપરા ધમલપર ખાતે રહેતા લાખાભાઈ ગોરાભાઈ બાંભવા ઉ.65 નામના વૃધ્ધને આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી બેસતા વર્ષના દિવસે આરોપી નથુભાઈના સગા રૈયાભાઈ સાથે તેઓને ઝઘડો થયો હોય જેમાં લાખાભાઈનું નામ આવ્યું હોય લાકડીઓ વડે માર મારતા હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને એકત્રિત થયેલા લોકોએ 108ને બોલાવતા સારવાર માંટે રાજકોટ ખસેડયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લખાભાઈને રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન દમ તોડી દેતા આરોપી નથુભાઈ ગોલતર તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.