અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અણસોલ ઈસરી રોડ તાત્કાલિક બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરતું જાહેરનામુ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અણસોલ ઈસરી રોડ ગ્રામ્યમાર્ગ કિ.મી ૦/૦ થી ૧૩/૫૦૦ હયાત ડામર સપાટીનો ગ્રામ્ય કક્ષાનો ૫.૫૦ મીટર પહોળાઈનો રસ્તો છે. સદર રસ્તાના ચેઈનેઝ ૧૧/૯૯૦ ઉપર આવેલ સ્લેબ ડ્રેઈન જર્જરિત હાલતમાં હોઈ સદર રસ્તો તાત્કાલિક બંધ કરવાનો થાય છે. જેથી સદર રસ્તો બંધ થવાથી સદર રસ્તાનો ટ્રાફિક અણસોલથી સરકીલીંબડી થઈ કંટાળુ તરફ જતા રખાપુર ચોકડી થઈ ઈસરી તરફ ડાયવર્ટ કરવાનો થાય છે. સદર રસ્તા પર ટ્રાફિક તેમજ વાહનોની અવરજવર જોતાં હાલ સલામતીનાં પગલાંના ભાગરુપે તેમજ વર્તમાનમાં ચોમાસાની ઋતુ હોઈ અગમચેતીના ભાગરૂપે આ જર્જરિત રસ્તો હાલમાં બંધ કરવો ઉચિત જણાય છે.
આથી હું પ્રશસ્તિ પારીક, આઈ. એ. એસ. જિલ્લા મેજિસ્ટ્રેટ, અરવલ્લી, ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ ૩૩ (૧) (ખ) હેઠળ મળેલ સત્તાની રુએ ભિલોડા તાલુકાના સરકીલીંબડી થી કુડોલ વિસત ફળીથી ઈસરી રોડ વાહનવ્યવહાર માટે બંધ કરી તે માર્ગનો વાહનવ્યવહાર સરકીલીંબડીથી કંટાળુ તરફ જતા રખાપુર ચોકડી થી ઈસરી રોડ પર ડાયવર્ટ કરવા ફરમાવુ છું.સદર જાહેરનામાની મુદ્દત પ્રસિધ્ધ થયા તારીખથી ૨ માસની રહેશે.
આ આદેશની તાત્કાલિક અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ- ૧૩૧ તથા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ માટે ક્ષેત્રાધિકાર ધરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.આ આદેશની બહોળી પ્રસિધ્ધિ સમગ્ર અરવલ્લી જિલ્લામાં વર્તમાનપત્રો તેમજ જાહેર નોટિસ બોર્ડ ઉપર ચોંટાડીને કરવાની રહેશે.છે. આજ રોજ આ આદેશ મારી સહી તથા કચેરીના સિકકા સાથે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.