MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળીયા મીયાણામાં ખાડામાં વિકાસ!!! તંત્રની નિષ્ક્રિયતા થી ગામજનોએ જાતે રસ્તો રીપેર કર્યો

MALIYA (Miyana)”જાત મહેનત,જીન્દા બાદ” માળીયાના બગસરા ગામના યુવાનો અને ગ્રામ પંચાયત ના હોદ્દેદારો દ્વારા ખાઈ અને ખાડા જાતે બુરવા મજબૂર બન્યા

 

 

માળીયા મીયાણામાં ખાડામાં વિકાસ!!! તંત્રની નિષ્ક્રિયતા થી ગામજનોએ જાતે રસ્તો રીપેર કર્યો

મોરબી જિલ્લામાં રણ અને દરિયાઈ વિસ્તાર એવા માળીયા મીયાણામાં પંથકમાં મોટાભાગે ખેતીવાડી અને દરિયા ખેડૂત વસવાટ કરી રહ્યા છે ત્યારે ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ વિકાસ કાગળોપર જ રહ્યો હોય તેમ સમસ્યાઓ કહી રહી છે તાજેતરમાં અતિ ભારે વરસાદ અંતર્ગત ડેમના પાણી છોડવામાં આવ્યા હોય સાથો સાથ મચ્છો નદીના પાણી નો પ્રવાહ માળિયા મીયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારો માં લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા હોય તેવી સ્થિતિને ધ્યાને રાખી નેતાઓ અધિકારીઓ પદ અધિકારીઓ એ જનસંપક કર્યો હતો પરંતુ સમસ્યાઓને પારખી શકવાની દ્રષ્ટિ અધિકારીઓ અને નેતાઓની રહી ના હોય તેમ માળિયા તાલુકાના બગસરા થી વાણીયા તરફનો માર્ગ નવો બન્યું હોય એ માર્ગ પર જોખમી ખાડો પડતા સ્થાનિક લોકો ને પસાર થવું કઠિન બન્યું હતું જેના અનુસંધાને સ્થાનિક ગામજનોએ જાત મહેનતે જિંદાબાદ સાથે પોતાની સંમતા મુજબ રોડ રસ્તા ના ખાડા પુરી લોકો પસાર થઈ શકે તેવી સ્થિતિ કરી દીધી છે પરંતુ જેની જવાબદારી છે એવા અધિકારીઓ નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ અને દેખાવ કાર્ય કરવાના બદલે ખરા અર્થે વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપે તો માળીયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મતદાર પ્રજા સમસ્યા મુક્ત બની શકે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી જોખમી ખાડો કોઈનું જીવ લઇએ એ પહેલા તંત્ર વાહકોએ ઘટના સ્થળની મુલાકાત કરી પ્રજાલક્ષી કાર્ય તત્કાલ કરવું જોઈએ એવી સ્થાનિક લોકોની માંગણી ઉઠી છે જે જોખમી ખાડા નો વિકાસ જેવી લોકો કટાક્ષ કરી રહ્યા છે તે શાસન પક્ષના નેતાઓ માટે લાલ બત્તી સમાન બની છે

Back to top button
error: Content is protected !!