JETPURRAJKOT

શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા હસ્તકલા હાટ મેળાના પ્રથમ દિવસે ૧૭ લાખથી વધુ રકમનું વેચાણ કરતા કારીગરો

તા.૨૭ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શન નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ટ્રાફેડના સંકલનથી યોજાયેલ છે, જેનું નિદર્શન અને વેચાણ તા. ૨૬-૦૩-૨૦૨૩ થી શરુ થઈ ગયું છે. જેમાં પ્રથમ દિવસે ઉત્તર પૂર્વના ૪૮ કારીગરોએ રૂ. ૬,૬૭,૫૧૭/- નું વેચાણ, ગુજરાતના ૪૫ કારીગરોએ રૂ. ૮,૪૨,૮૩૦/- નું વેચાણ અને લાઈવ ડેમોના ૧૦ કારીગરોએ રૂ. ૧,૯૧,૫૦૦ નું પ્રથમ દિવસુ વેચાણ કર્યું છે. આમ જોતા કૂલ ૧૦૩ કારીગરોએ પ્રથમ દિવસે રૂ. ૧૭,૦૧,૮૪૭/- નું વેચાણ કર્યું છે.

આ હસ્તકલા હાટ આવતી કાલ તા. ૨૮ માર્ચ સુધી સવારે ૧૧.૦૦ થી રાત્રે ૯.૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળીને કુલ ૮ રાજયોના કારીગરો શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટની વિવિધ કલા-કારીગરીના નમુનાઓ રજુ કર્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!