GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે ૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સરકારી કચેરીના પ્રાંગણમાં આન-બાન સાથે ધ્વજવંદન લહેરાવ્યા

તારીખ ૨૬/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત વર્ષના ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ સરકારી કચેરી,અર્ધ સરકારી કચેરીઓ, સહકારી મંડળીઓ શાળા-કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે આજરોજ આન બાન અને શાનથી હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં કાલોલ શહેર માં આવેલ સીવીલ કોર્ટ ખાતે કુ.આર.જી.યાદવ પ્રિ.સીનીયર સીવીલ જજ સાહેબ ના હસ્તે કાલોલ શહેર મામલતદાર કચેરીમાં મામલતદાર વાય.જે.પુવાર,તાલુકા પંચાયત કચેરીમાં કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ સી.બી.બરંડા અને કાલોલ નગર પાલીકા ખાતે ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ વરદહસ્તે રાષ્ટ્રીય ધ્વજ ને લહેરાવી સલામી આપવામાં આવી હતી અને કાલોલ ડો. બાબા સાહેબ આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા બાબા સાહેબની પ્રતિમા એ ૭૫ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી શહેર ભાજપ અનુસુચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઈ મકવાણા ના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો કાલોલ સહીત તાલુકામાં આજરોજ પ્રજાસત્તાક પર્વની નિમિત્તે શાળાઓ સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં અધિકારીઓ-કર્મચારી ગણ, શાળાના વિદ્યાર્થીઓ,ગામના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!